પ્રેસ વારંવાર જામ થવું

Dhatukam Gujarati - Udyam Prakashan    01-Jun-2021   
Total Views |
મધ્યમ આકારની એક કંપનીમાં સિંગલ ઍક્શન, ઇક્સેન્ટ્રિક ડ્રિવન, 4 પૉઈન્ટ અને 4 કૉલમવાળું 500 ટન ક્ષમતાનું પાવર પ્રેસ હતું. વાહન ઉદ્યોગ માટે જરૂરી શીટ મેટલના પાર્ટ આ પ્રેસમાં ‘ડ્રૉ’ કરાતા હતા. આ પ્રેસ વારંવાર અટકતું હતું અર્થાત જામ થઈ રહ્યું હતું. સ્વાભાવિક છે, કે એ જામ થવાથી બધા જ કામ રોકાઈ જતા હતા. કામ ફરી શરુ કરવા માટે દર વખતે ટાય રૉડ ઢીલો કરી જામ થઈ ગયેલ પ્રેસ છૂટો (રિલીજ) કરવો પડતો હતો. આ સમસ્યા વારંવાર ઉદ્ભવતી હતી, એટલે કામમાં બાધા તો આવતી જ હતી તથા વધુ પડતો સમય વેડફાઈ જતો હોવાને કારણે કંપનીને ખૂબ નુકસાન ભોગવવું પડતું હતું. સંબંધિત સલાહકારને આ સમસ્યા તથા એના કાયમી ઉપાય વિશે પૂછવામાં આવ્યું.

gbhfbb_1  H x W 
 

olkiujyht_1  H  
 
સલાહકાર કંપનીમાં આવ્યા અને એમણે પ્રેસની તપાસણી કરી. પ્રેસ જામ થવાના કારણો વિશે અનુમાન બાંધવા માટે પ્રેસની દેખભાળ કરનાર એન્જિનિયર અને ઑપરેટર બન્નેને પ્રેસના કાર્ય પ્રદર્શન તથા કાર્યક્ષમતા વિશે કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા.
1. પ્રશ્ન : પ્રેસ ઓવરલોડ થાય તો સુરક્ષા માટે કયા પગલાં લેવાય છે?
ઉત્તર : ઓવરલોડથી પ્રેસ સુરક્ષિત રાખવા માટે હાયડ્રૉલિક પ્રણાલી છે.
 
 
2. પ્રશ્ન : પ્રેસ ક્યારે જામ થાય છે? પ્રેસ પર કાર્યવસ્તુનું સેટિંગ કરતી વખતે કે પછી પ્રેસ દ્વારા ઉત્પાદન કરતી વખતે?
ઉત્તર : ઉત્પાદન વખતે પ્રેસ જામ થાય છે.
 
 
3. પ્રશ્ન : અમુક કાર્યવસ્તુ માટે રૅમને ક્રઁક સ્ક્રૂમાં વધુ નીચે લાવવી પડે છે. શું એ સ્થિતિમાં પ્રેસ જામ થાય છે કે પછી સામાન્ય સેટિંગ પર ઉત્પાદન કરતી વખતે?
ઉત્તર : સામાન્ય સેટિંગ પર પણ પ્રેસ જામ થાય છે.
 
 
4. પ્રશ્ન : શું કંપનીમાં વારંવાર વીજ આપૂર્તિમાં ખલેલ પડે છે અને શું એ જ વખતે પ્રેસ જામ થાય છે?
ઉત્તર : કંપનીમાં ઘણીવાર વીજ પુરવઠો ખોરંભાઇ જાય છે પણ એ કારણે પ્રેસ જામ થવાની સમસ્યા નથી ઉદ્દભવતી.
 
 
5. પ્રશ્ન : ક્લચ અને બ્રેક બે પ્રકારના હોય છે, હાયડ્રૉલિક અને ન્યૂમૅટિક. આમાં કયો પ્રકાર ઉપયોગમાં લેવાય છે?
ઉત્તર : ન્યૂમૅટિક.
 
 
6. પ્રશ્ન : શું કમ્પ્રેસર વારંવાર ‘ટ્રિપ’ થાય છે?
ઉત્તર : હાં, કમ્પ્રેસર વારંવાર ‘ટ્રિપ’ થાય છે. આ રેસિપ્રોકેટિંગ પિસ્ટન પ્રકારનું કમ્પ્રેસર છે. 25 વર્ષ જુનું છે અને કોઈપણ કારણવશ ‘ટ્રિપ’ થાય છે.
 
 
7. પ્રશ્ન : જ્યારે કમ્પ્રેસર ‘ટ્રિપ’ થાય છે, શું ત્યારે જ જામ થવાની સમસ્યા ઉદ્દભવે છે?
ઉત્તર : હાં, કમ્પ્રેસર ‘ટ્રિપ’ થયા બાદ ઘણીવાર પ્રેસ જામ થાય છે.
 
 
8. પ્રશ્ન : પ્રેસ પરનું એયર પ્રેશર સ્વિચ કેટલા દબાણ પર સેટ કરવામાં આવ્યું છે?
ઉત્તર : એયર પ્રેશર સ્વિચ 2.5 કિ.ગ્રા./સેમી.2 પર સેટ કરવામાં આવેલ છે. જ્યારે દબાણ આ સેટિંગથી ઓછું થતું હતું, ત્યારે પ્રેસ એ જ જગ્યાએ રોકાઇ જતું હતું, પણ પ્રેશર સ્વિચ ખરાબ થઈ ગયા પછી પાછલા ઘણા દિવસોથી એ બાયપાસ કરવામાં આવેલ છે.
 
 
9. પ્રશ્ન : જ્યારે પ્રેસ જામ થઈ જાય છે ત્યારે શું સ્ટ્રોક ઇન્ડિકેટર બરાબર બૉટમ ડેડ સેન્ટર (બી.ડી.સી.) જગ્યાએ રહે છે?
ઉત્તર : જાણ નથી. કેમકે ઘણા દિવસોથી સ્ટ્રોક ઇન્ડિકેટર કામ નથી કરી રહ્યું.
 
વિશ્લેષણ
આપણે સૌ જાણીએ છીએ કે મેકૅનિકલ પ્રેસ ક્રઁક/ઈકસેન્ટ્રિક મેકૅનિઝમ મુજબ કામ કરે છે. પ્રેસની ઇલેક્ટ્રિક મોટર દ્વારા પ્રાપ્ત રોટરી મોશન ક્લચ તથા બ્રેક યુનિટમાંથી આગળ વધીને ક્રઁકને મળે છે (ટ્રાન્સમિટ), જેનાથી રૅમની રેસિપ્રોકેટિંગ મૂવમેન્ટ થતી હોય છે. રૅમને ક્રઁક દ્વારા મળનારી ઉર્જા નિશ્ચિત માત્રાની હોય છે. જ્યારે રૅમ બી.ડી.સી. સ્થાને પહોંચે છે, ત્યારે મેકૅનિકલ પ્રેસમાં બળ વધેલું હોય છે, અર્થાત એની ટનેજ ક્ષમતા વધી જાય છે. આ ભાર, બી.ડી.સી. પહેલા 12 થી 15 મિમી. પર પ્રેસની નિર્ધારિત (રેટેડ) ક્ષમતાની આસપાસ હોય છે. સ્ટ્રોક તથા ક્રઁક ઍન્ગલમાં ‘સિન્યૂસાઈડલ’ પ્રકારનો સંબંધ હોય છે. આલેખ ક્ર. 1 થી એ સ્પષ્ટ થાય છે કે, ક્રઁક ઍન્ગલ 80° અને 100° માં (ક્રઁકનું 20° રોટેશન) રૅમ દ્વારા પાર કરેલ ઊભું સીધું અંતર 15 સેમી. છે. એ જ રીતે, ક્રઁક ઍન્ગલ 160° અને 180° માં (ક્રઁકનું 20° રોટેશન) રૅમ દ્વારા પાર કરેલ ઊભું સીધું અંતર 1.5 સેમી. છે.

ytgtyrtett_1  H 
 
જો પ્રેસ 750 t-cm ઉર્જા માટે ડિઝાઈન કરેલ હોય, તો એને આગળ આપવામાં આવેલ સૂત્ર લાગુ પડે છે.

qasderfg_1  H x 
 
15 સેમી. જેટલું અંતર નિશ્ચિત સમયમાં પાર કરતી વખતે નિર્માણ થયેલ ટનેજ
‘T1’ = 750/15= 50 T
1.5 સેમી. જેટલું અંતર એટલા જ સમયમાં પાર કરતી વખતે નિર્મિત ટનેજ ‘T2’ = 750/1.5 = 500 T
જયારે સંચાલનની દિશામાં નીચે થી ઉપર આ પ્રકારનો બદલાવ થાય છે, ત્યારે ક્ષણ વાર માટે પાર કરવામાં આવેલ અંતર ‘શૂન્ય’ હોય છે. ત્યાં નિર્માણ થયેલ બળ ઘણું વધુ હોય છે. એટલા માટે કાર્યવસ્તુના પ્રેસિંગ દરમિયાન પ્રેસને બી.ડી.સી. સ્થાન પર કયારેય નથી રોકવામાં આવતું, મોટેભાગે એને બી.ડી.સી. થી પૂર્વે અથવા પછી 15 મિમી. ના અંતરે જ રોકવામાં આવે છે. પ્રેસની કંટ્રોલ સર્કિટમાંથી એ નિર્ધારિત કરવામાં આવે છે. પ્રેસ જો કોઈ કારણસર રોકવામાં આવ્યું હોય, તો એને ફરી શરુ કરવામાં ખૂબ વધુ માત્રામાં બળ જરૂરી હોય છે. કેમકે મોટર તથા ક્લચ, આટલા વધુ બળ માટે સક્ષમ નથી હોતા, એટલે પ્રેસ શરુ થતો નથી. આને જ કહેવાય છે પ્રેસનું જામ થવું.
 
 
ઉપર પૂછવામાં આવેલ પ્રશ્નોમાં 8 મો પ્રશ્ન સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. એ ઘટનામાં ક્લચ ન્યૂમૅટિક દબાણ પર કામ કરતો હતો. કમ્પ્રેસર રોકાતા દબાણ પણ ઓછું થતું હતું. આ સ્થિતિમાં જ્યારે પ્રેસ કાર્યવસ્તુને બી.ડી.સી. સ્થાન પર પ્રેસ કરવા લાગે છે, ત્યારે ક્લચે પૂરી ક્ષમતા સાથે ઉર્જા સ્થાનાંતરિત કરવી જરૂરી હોય છે. પરંતુ વાયુના ઓછા દબાણને કારણે એ શક્ય નહતું થતું. એટલે જ ક્લચ સ્લિપ થઈને પ્રેસ બી.ડી.સી. સ્થાને જામ થઈ રહ્યું હતું.
 
વાયુનું દબાણ 2.5 કિ. ગ્રા./સેમી.2 ઓછું થઈ જાય, ત્યારે સામાન્ય રીતે પ્રેશર સ્વિચ દ્વારા પ્રેસ બી.ડી.સી. સ્થાનેથી આગળ અથવા પાછળ (ગમે ત્યાં) તરત જ રોકવામાં આવતું હતું. પરંતુ અહીંનું એર પ્રેશર સ્વિચ કામ કરી રહ્યું ન હતું. પ્રેશર સ્વિચ બરાબર ચાલતું હોય, ત્યારે જે દબાણ પર ક્લચ સ્લિપ થવા લાગે છે, તે પૂર્વે જ એ પ્રેસ બંધ કરી દે છે. સર્કિટમાં રહેલ કૅમ સ્વિચ એ બાબતની સાવધાની રાખે છે કે, બી.ડી.સી. ક્ષેત્રમાં પ્રેસ બંધ ન થાય. એનાથી પ્રેસ જામ થવાથી બચે છે.
 
સલાહકારે દેખભાળ રાખનાર એન્જિનિયરને એક નવી પ્રેશર સ્વિચ લાવીને લગાડવાનું કહ્યું. નવી પ્રેશર સ્વિચ લગાડ્યા પછી પ્રેસ જામ થવાની સમસ્યા પૂર્ણ રૂપે ખતમ થઈ ગઈ.

અનિલ ગુપ્તે ઈલેક્ટ્રિકલ એન્જીનિયર છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં લગભગ 53 વર્ષનો અનુભવ ધરાવે છે.
ટાટા મોટર્સમાં મેન્ટેનન્સ અને પ્રોજેક્ટ સંબંધિત પ્લાન્ટ એન્જિનિયરિંગમાં તેમને બહોળો અનુભવ છે.
હાલમાં આપ ટેકનિકલ સલાહકાર છો.
9767890284