જાહેરાત વિશે

Udyam Prakashan Gujrati    17-Nov-2020
Total Views |


જૂન 2017 માં તેની સ્થાપના પછી, ઉદ્યમ પ્રકાશન મરાઠીમાં ‘ધાતુકામ’, હિન્દીમાં ‘ધાતુકાર્ય’, કન્નડમાં ‘લોહકાર્ય’ અને ગુજરાતીમાં ‘ધાતુકામ’ નામના સામયિકો પ્રકાશિત કરે છે. આ સામયિકો મશીનિંગ ઉદ્યોગથી સંબંધિત માહિતી અને જ્ઞાન વહેંચવા માટે સમર્પિત છે. ખૂબ જ ટૂંક સમયમાં અમે એની તમિળ આવૃત્તિ પણ શરૂ કરી રહ્યા છીએ. જાહેરાતકર્તાઓ અને વાચકો બંને તરફથી આ સામયિકોનો પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહક છે.
અમારા સામયિકો 50,000 નાની, મધ્યમ અને મોટી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યવસાયિક સંસ્થાઓ સુધી દર મહિને પહોંચે છે, જે ખરેખર એક મોટી પહોંચ છે.

આપ જાણતા હશો કે જાહેરાતો સામયિકને સરળતાથી ચલાવવામાં મદદ કરવા ઉપરાંત લક્ષિત વાચકોને સંબંધિત ઉત્પાદન માહિતી આપીને કોઈપણ મેગેઝિનને મૂલ્યવાન બનાવે છે. આપના લક્ષ્યાંકિત અંતિમ વપરાશકર્તાઓ સાથે આપના ઉત્પાદનોની અનન્ય વિશેષતાઓ પહોંચાડવાની આ એક અનન્ય તક છે. આપની જાહેરાત લગભગ 50,000 કંપનીઓ સુધી પહોંચશે એટલું જ નહિ, પરંતુ તે એવા લોકો દ્વારા વાંચવામાં આવશે જે અમારા સામયિકના લેખો નિયમિત વાંચતા હોવાથી તકનીકી રીતે વધુ સારી રીતે માહિતગાર હોય છે.
 આપની વેબસાઇટ પર ડિજિટલ રૂપે આપના ઉત્પાદનોની જાહેરાત કરવાનો વિકલ્પ પણ આપની પાસે છે.
આ પ્રતિષ્ઠિત મેગેઝિનમાં જાહેરાતો માટે વિનંતી કરવા માટે અને પ્રાદેશિક ભાષાઓમાં તમામ સંબંધિત જ્ઞાન ઉપલબ્ધ કરાવવાના રાષ્ટ્રીય મિશનને સમર્થન આપતા આ અનન્ય સાહસનો એક ભાગ બની જવા માટે, આ અમારી અપીલ છે.

જાહેરાત શેડ્યૂલ અને વ્યવસાયિક વિગતો માટે અમારા પ્રતિનિધિનો સંપર્ક કરવા તમારું સ્વાગત છે.

પુણે : +91 9307909747
ઈમેલ: [email protected]